અમાપ અંતર

અમાપ અંતર થીએટરની અંદર સીટનો આર્મરેસ્ટ હોઈ હોઈને કેટલો પહોળો હોય? અમારા બંનેની કોણીનાં હાડકાંનો અમે સ્પર્શ અનુભવી શકીએ એટલાં તો અમે જોડાજોડ બેઠેલાં. આરામથી એકબીજા તરફ લળીને. અમારા ખભાઓ એટલા નજીક હતા કે બંનેના ટીશર્ટની બાંયનો સ્પર્શ અમે અનુભવી શકતાં હતાં. મારો હાથ તેના હડપચી ટેકવેલ કાંડાં અને કોણી વચ્ચેથી નીકળી તેના એ વાળની … Continue reading અમાપ અંતર

પાંદડું લીલું ને રંગ રાતો

આ વિસ્તારમાં કલાકારો અને પત્રકારો જ રહે છે. શેરીઓ સાંકડી પણ શણગારી ફાંકડી. ચોખ્ખાઈ તો ઉડીને આંખે વળગે એવી. હું પણ એ લોકો માંનો એક  લેખક,કોલમનિસ્ટ છું. અહીંના શેરીઓના વળાંકો વચ્ચે કોઈ ચિત્રકાર ,કોઈ પત્રકાર,કોઈ વાર્તાકાર..ભાતીગળ કારકિર્દીના વળાંકો. રહેવાસીઓ સાદા અને ક્લાપ્રિય,આત્મીય. ઘરોમાં પણ એવાં સાદાં પણ નવી જ કલ્પના દોડાવી બનાવરાવેલાં ફર્નિચર મળે.ભીંતો પર … Continue reading પાંદડું લીલું ને રંગ રાતો

જીવ્યા મર્યા ના જુહાર

જીવ્યા મર્યા ના જુહાર 1980 ના લગભગ જાન્યુઆરીની વાત છે.  એક સમાચાર આવ્યા કે મોટી સાઇઝનો સ્કાયલેબ અવકાશમાંથી પૃથ્વીપર તૂટી પડવાનો છે. એ પણ સૌરાષ્ટ્ર બાજુ. એ સાથે જ એ દિવસોમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થવાનું હતું. એટલું સંપૂર્ણ કે દિવસે પણ અંધારું ઘોર થઈ જાય. વા વાત લઈ ગયો કે એ પૃથ્વી પર મનુષ્યજીવનનો છેલ્લો દિવસ … Continue reading જીવ્યા મર્યા ના જુહાર

યાદ કરો કુરબાની

fb_img_1604252847876 1 દૂર ક્ષિતિજમાં જમીન દેખાઈ. હજી આસપાસ અફાટ સમુદ્ર ઘૂઘવતો હતો. અમારૂં જહાજ વેગપૂર્વક પાણી કાપતું એ જમીન જેવી દેખાતી પટ્ટી તરફ જઈ રહ્યું હતું. મારી બાજુમાં ઉભેલા મારા દાદા એકદમ રોમાંચિત થઈ ગયા. મારે ખભે હાથ મૂકી બીજે હાથે એ જમીન બતાવતાં બોલ્યા- "સ્વતંત્ર બેટા, આ દેખાય એ જમીન, આંદામાન ટાપુ જ્યાં તારા … Continue reading યાદ કરો કુરબાની

पानी रे पानी तेरा रंग कैसा

1 22.8.2021 मेरे मार्गदर्शन में हमारा यह म्यूजीक ग्रुप गुजरात के जूनागढ़ शहर में आयोजित एक ख्यातनाम संगीत स्पर्धा में प्रत्याशी बनकर आया है। आज मेरी टीम के सभी कलाकार आने के बाद तुरंत हम सब रिहर्सल के लिए एकत्रित हुए। हम कुल 13 सभ्य है। 12 किशोर- किशोरियां और मैं उनका 24 वर्षीय शिक्षक। … Continue reading पानी रे पानी तेरा रंग कैसा

એક હતો ડોલર

વિનીતની સ્કૂલ શટલ બહાર ઉભી રહી. તે દોડીને  તેને લેવા બહાર આવેલા દાદાજીને વળગી પડ્યો. "દાદાજી, આજે તો કોઈ પાસ્ટની, તમારા જમાનાની એવી વાત કહો કે કાલે સ્કૂલમાં કહું અને તાળીઓ મેળવું." "બેટા, પહેલાં ઘરમાં તો આવ? ભૂખ નથી લાગી?" પૌત્રના હાથમાંથી લેપટોપ અને પ્લે કીટ લેતાં દાદાજીએ કહ્યું અને વિનિતને માથે પ્રેમભર્યો હાથ ફેરવ્યો. … Continue reading એક હતો ડોલર

ઉપલા ધોરણમાં

1 "ભાઈ બહેનો, આપણે સાથે મળી કામ કરીએ છીએ?” ઊંચા સ્ટેજ પરથી નેતાએ પ્રશ્ન કર્યો.  મહેરામણમાંથી પ્રચંડ ઘોષ ઉઠ્યો “હા..” “આપણે આગળ જઈ  રહ્યા છીએ કે પાછળ?” નેતાએ ફરી પ્રશ્ન વહેતો મુક્યો. “આગળ”. જનતા જનાર્દન બોલી ઉઠી. યુવાનોને  બોર્ડની જાહેર પરીક્ષામાં પાસ થવા બદલ અભિનંદન આપવા આ વિસ્તારના ખુબ લોકલાડીલા નેતા આવેલા. એ સાથે આ … Continue reading ઉપલા ધોરણમાં